શંખવાડ ગામની સીમમાં આવેલ ખાડીમાંથી યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળ્યો

ભરૂચ તાલુકાના શંખવાડ ગામની સીમમાં આવેલ ખાડીમાંથી વિકૃત હાલતમાં એક પુરૂષનો મૃતદેહ નજરે પડતા સ્થાનિકો દ્વારા ભરૂચ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. ભરૂચ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો  સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા ધર્મેશ સોલંકીએ તેમની ટીમ સાથે મૃતદેહને બહાર કાઢી  પી.એમ.અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો છે.આ મામલામાંમાં મૃતકની ઓળખ સાથે હત્યાની આશંકા વચ્ચે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.