મહીસાગરમાં 2 સગા ભાઈ સહિત 3, સુરતના માંગરોળ, અરવલ્લીના માલપુરમાં 3, કડી અને અમરેલીમાં એક-એક એમ ધુળેટી રમીને નહાવા પડેલા કુલ 12 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. આ ઘટનાઓને ધૂળેટીની ખુશીઓ માતમમાં ફેરવાઇ
1. સુરતના માંગરોળની ઘટના:-
સુરતના માંગરોળ તાલુકાના પાનસરા ગામ નજીક એક અત્યંત દુખદ ઘટના બની હતી. અહીંની એક રેસીડેન્સીમાં રહેતા યુવાનો ધુળેટી રમી લીધા બાદ યુવાનો નજીકમાં વહેતી કીમ નદીમાં નહાવા ગયા હતા નહાતી વખતે ત્રણ યુવાન અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બાદમાં કોસંબા પોલીસ અને ફાયર ફાઇટરની ટીમે ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા
અરવલ્લીના માલપુરની ઘટના:-
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નવા (જાંબુ ફળી) ગામે પણ ધુળેટીની ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ હતી. ધોરણ 5 અને 6માં અભ્યાસ કરતા બે બાળકો ધૂળેટી રમી ગામના તળાવમાં નહાવા પડેલા બે બાળકો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા મોતને ભેટયા
અમરેલીની ઘટના:-
અમરેલી શેત્રુંજી નદીમા ધૂળેટીનો તેહવાર રમી ને ન્હાવા પડેલ યુવકનું મોત નિપજ્યું.ખંભાળિયા વિઠલપુર વચ્ચે પસાર થતી શેત્રુંજી નદીમાં યુવક નાહવા પડ્યો હતો જે બાદ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા યુવાનનું મોત નીપજ્યું..
