
ભરૂચ: મહિલા દિવસ નિમિત્તે પોલીસ દ્વારા વિશેષ સેમિનારનું આયોજન, 300 મહિલાઓએ લીધો ભાગ
મહિલા દિવસ નિમિત્તે વર્તમાન સમયમાં બનતી ગુનાહિત ઘટનાઓ અંગે મહિલાઓને લગતી જનજાગૃતિ, વુમન સેફ્ટી, તેમજ સાયબર ક્રાઇમ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી.એ.આહીર દ્વારા ભરૂચ કો-ઓપેરેટીવ બેંકના સભાખંડ ખાતે આંગણવાડીના આશરે ૧૫૦ જેટલી બહેનો તથા જંબુસર ખાતે આવેલ BANCO કંપનીના ૧૫૦ જેટલી મહિલા કર્મચારીઓ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી તેમજ આ દિન નિમિત્તે મહિલા અવેરનેસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું.
જેમા વર્તમાન સમયમાં બનતી ગુનાહિત ઘટનાઓ અંગે મહિલાઓને લગતી જનજાગૃતિ, વુમન સેફ્ટી,જાતિયશોષણ, હેરાનગતિ, છેડતી, ગુડટચએન્ડ બેડ બેડચ તેમજ સાયબર ક્રાઇમ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
