• ભરૂચ જિલ્લા આપની રજુઆત

  • કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • માટી ખનન અંગે કરાય રજુઆત

  • માહિતી આપનારની વિગતો લીક થતી હોવાના આક્ષેપ

  • જવાબદારો સામે કાર્યવાહીની માંગ

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે માટી અને રેતીનું ખોદકામ ચાલી રહ્યું હોવાના મુદ્દે સંબંધિત અધિકારીઓ અને ખાન ખનીજ વિભાગને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમ છતાં ગેરકાયદેસર ખોદકામ અંગે ફરિયાદ કરવામાં આવે ત્યારબાદ થોડા જ સમયમાં ખોદકામ કરતા લોકોને ફરિયાદ કરનાર વ્યક્તિનું નામ અને મોબાઇલ નંબર જેવી વ્યક્તિગત માહિતીની જાણ થઇ જાય છે. આ પરિસ્થિતિથી એવી શંકા ઊભી થાય છે કે ફરિયાદની માહિતી સંબંધિત કચેરીઓ કે અધિકારીઓમાંથી બહાર લીક થઈ રહી છે.આવી પ્રવૃત્તિ અત્યંત ગંભીર છે અને તેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવનાર લોકોના જીવને જોખમ ઊભું થવાની શક્યતા રહે છે.આ મામલે નિષ્પક્ષ અને ગંભીર તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.