• હાલોલ-વડોદરા હાઈવે પર SMCનો સપાટો

  • ફિલ્મી ઢબે પીછો કરી લાખોનો દારૂ ઝડપાયો

  • ચંદીગઢથી ભાવનગર જતો રૂ. 12.57 લાખનો પકડાયો

  • ભાવનગર LCBનો રહેણાંક મકાનમાં દરોડો

  • ચૂંટણી ટાણે જ 12.61 લાખનો મુદ્દામાલ જપ્ત

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વડોદરા-હાલોલ હાઇવે પર ફિલ્મી ઢબે પીછો કરીને લાખોની કિંમતનો વિદેશીદારૂનો જથ્થો ઝડપી લીધો હતો,જ્યારે બીજી તરફ ભાવનગર એલસીબી દ્વારા પણ એક મકાનમાં રેડ કરીને દારૂ જપ્ત કર્યો હતો.

 ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનીટરીંગ સેલ અને ભાવનગર LCBએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. હાલોલ-વડોદરા હાઈવે પર SMCએ ચોક્કસ બાતમીના આધારે ફિલ્મી દ્રશ્યો સર્જીને આંતરરાજ્ય દારૂની ગેંગને ઝડપી પાડી છે.

ઘટનાની વિગતો મુજબપોલીસને બાતમી મળી હતી કે બે કારમાં દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી હતીપરંતુ શંકાસ્પદ કારના ચાલકોએ પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. લાંબો પીછો કર્યા બાદ આખરે બાસ્કા ગામ નજીક ટ્રાફિક જામ સર્જીને પોલીસે બે કારને આંતરી લીધી હતી.

તપાસ દરમિયાન કારમાંથી 4555 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી છેજેની કિંમત અંદાજે 12.57 લાખ રૂપિયા છે. પોલીસે દારૂમોબાઇલ અને કાર મળીને કુલ 23.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા ચારેય આરોપીઓ હરિયાણાના છે અને તેઓ ચંદીગઢથી દારૂ લાવી ભાવનગર સપ્લાય કરતા હતા. પોલીસથી બચવા તેઓ ખોટી નંબર પ્લેટનો ઉપયોગ પણ કરતા હતા.

બીજી તરફભાવનગરમાં પણ LCB પોલીસે ચૂંટણીના માહોલ વચ્ચે દારૂના વેપલા પર ત્રાટકી છે. કાળુભા રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે 3744 દારૂની બોટલ અને 120 બિયરના ટીન જપ્ત કર્યા છે.

ભાવનગરની આ રેડમાં કુલ 12.61 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે સ્થળ પરથી સુનિલ મકવાણા અને પ્રણવ ડોડીયા નામના બે શખ્સોની ધરપકડ કરી છેજ્યારે હરેશ બારૈયા નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે. ગુજરાત પોલીસની આ બેવડી કાર્યવાહીથી દારૂ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.