આજે વીકના પ્રથમ દિવસે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને મજબૂત વધારા સાથે ખુલ્યા હોવાથી રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શ્રાવણના પ્રથમ સોમવારે શેરબજાર માટે શુભ શરૂઆત થઇ રહી છે.  બીએસઈનો 30 શેરોનો સૂચકાંક સેન્સેક્સ 788 અંકના ઉછાળા સાથે 78,883ના સ્તરે ખુલ્યો. જ્યારે એનએસઈનો 50 શેરોનો નિફ્ટી 189 અંકના વધારા સાથે 24,572ના સ્તરે કારોબારની શરૂઆત કરવામાં સફળ રહ્યો.

આજથી ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક શરૂ થઈ છે, જે 5 ઓગસ્ટ સુધી ચાલશે. આ બેઠકને ધ્યાનમાં રાખીને હોમ લોન અને બેન્કિંગ સેક્ટરમાં સાવચેતીનો માહોલ છે.

બીજી તરફ, કાચા તેલના ભાવમાં લગભગ 6%નો ઘટાડો થતાં તે 84 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયું છે. તેના કારણે IndiGo, Asian Paints અને Maruti Suzuki જેવા શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. ઉપરાંત Bajaj Finance અને Bajaj Finservના મજબૂત ત્રિમાસિક પરિણામોના કારણે પણ બજારને ટેકો મળ્યો છે.

આજે એશિયન શેરબજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પર પ્રસ્તાવિત સૈન્ય કાર્યવાહી ટાળવાનો નિર્ણય અને કાચા તેલના ભાવમાં 6થી 7 ટકાનો ઘટાડો થવાથી રોકાણકારોને રાહત મળી છે.
જોકે, ટેક અને AI શેરોમાં નફાવસૂલી તથા નબળા વૈશ્વિક સેન્ટિમેન્ટના કારણે કેટલાક બજારો પર દબાણ પણ જોવા મળ્યું.

જાપાનનો નિક્કેઈ 225 1.79% ઘટ્યો.
ટોપિક્સ ઇન્ડેક્સમાં 1.45%નો ઘટાડો નોંધાયો.
દક્ષિણ કોરિયાનો કોસ્પી શરૂઆતના કારોબારમાં 4.57% નીચે રહ્યો.
કોસ્ડેક 1.67% ઘટ્યો.
હૉંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.1%ના નજીવા ઘટાડા સાથે લગભગ સ્થિર રહ્યો.