• ભરૂચમાં રાજકીય ચહલ પહલ

  • ચૂંટણી પૂર્વે આપને ફટકો

  • 25 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા

  • ખેસ પહેરાવી આવકાર અપાયો

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટીના ભંગાણ પડ્યું છે.આપના 25 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા હતા. ભરૂચ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચૂંટણી નજીક આવતાં પક્ષપલટાની મૌસમ શરૂ થઈ ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે. આ જ કડીમાં આમ આદમી પાર્ટીના આશરે 25 જેટલા કાર્યકરો આજે ભાજપમાં જોડાયા હતા.
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને મહામંત્રી પરેશ પટેલ સહિતના આગેવાનોએ નવા જોડાયેલા કાર્યકરોને ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા ભાજપની નીતિઓ અને વિકાસ કાર્યોની માહિતી આપી પાર્ટીમાં જોડાયેલા કાર્યકરોને આવનારી ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરવામાં આવી.