• ભરૂચ નગર સેવા સદનની ચૂંટણી

  • ભાજપે 16 જુના જોગીની કાપી ટીકીટ

  • 17 નવા ચહેરાઓને સ્થાન અપાયું

  • 15 નગર સેવકોને કર્યા રિપીટ

  • કનેક્ટ ગુજરાત પર સચોટ વિશ્લેષણ

ભરૂચ પાલિકા ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલ ફોર્મ્યુલા મુજબ 16 જુના જોગીઓના નામ કપાવા સાથે નવા 17 જેટલા ચહેરાઓને ટિકિટ આપી 15 ને રિપીટ કર્યા છે, ટિકિટ વહેંચણીમાં જિલ્લા સંગઠનનો હાથ ઊંચો રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ભાજપની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 60 વર્ષના કે 3 ટર્મથી ચૂંટાતા ઉમદેવારોને ટિકિટ નહીંની ફોર્મ્યુલા સહિતના માપદંડ મુજબ લાંબી લચક ભાંજગડ બાદ શુક્રવારે મોડી રાતે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી. જેમાં કેટલાય જુના જોગીઓની ટિકિટ કપાઈ, તો યુવા ચહેરાઓને સ્થાન અપાયું.ભરૂચ નગર પાલિકાના 11 વોર્ડના 44 સભ્યો માટે ભાજપના ઉમેદવારો જાહેર થતા જ ક્યાંક ખુશી તો ક્યાંક આંતરિક કચવાટ પણ જોવા મળી રહ્યો છે. 
ભરૂચ ભાજપના પાલિકાના પૂર્વ સભ્યો નરેશ વાઘબકરી, હિમાલી રાણા, રાજશેખર દેશાન્નવર, અક્ષય પટેલ, પ્રવીણ પટેલ, ટીનેશ મિસ્ત્રી સહિત અન્ય મહિલા સભ્યોની ટિકિટ કપાઈ છે. પાલિકા પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ ટિકિટ માંગી નહિ હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે પાલિકાની ચૂંટણીમાં ભાજપે 17 જેટલા નવા ચહેરાને સ્થાન આપ્યું છે. જેમાં યુવા ચહેરાઓને વધુ પ્રાધાન્ય અપાયું છે. તો 15 ને રિપીટ કર્યા છે.
ભાજપના પાલિકાના ઉમેદવારોની પસંદગી અને ટિકિટમાં જિલ્લા સંગઠનની મહત્વની ભૂમિકા સાથે વર્તમાન અને પૂર્વ ધારાસભ્યના નજીકનાને પણ સમાવી લેવાયા છે.જોકે સૌથી વધુ વોર્ડ નંબર 4 માં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના ખાસમ ખાસ એવા હેમેન્દ્ર પ્રજાપતિને ટિકિટ માટે નવનેજા પાણી આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે.