વડોદરા શહેરના રાવપુરા ચાર રસ્તા નજીક કોઠી બિલ્ડિંગ સ્થિત પોલીસ રેન્જ ઑફીસ ખાતે વડોદરા રેન્જ IGP સંદીપ સિંહના અધ્યક્ષસ્થાને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 અન્વયે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ગત તા. 13મી એપ્રિલ-2026ના રોજ વડોદરા રેન્જ IGP સંદીપ સિંહના (IPS) નાઓના અધ્યક્ષસ્થાને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 અન્વયે રેન્જ ઑફીસ ખાતે રેન્જના જીલ્લાઓના પોલીસ અધિક્ષકોની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવેલ. જેમાં ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા (IPS), વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ (IPS), નર્મદા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ (IPS) તથા છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ (IPS) ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સ દરમ્યાન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 અન્વયે રેન્જના જીલ્લાઓ દ્વારા તા. 1 એપ્રિલ-2026થી કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ભરૂચ જીલ્લાના 1463વડોદરા ગ્રામ્ય જીલ્લાના 557નર્મદા જીલ્લાના 181 તથા છોટાઉદેપુર જીલ્લાના 1339 એમ કુલ 3540 પરવાના વાળા હથિયારો જમા લેવામાં આવ્યા છે. આ સાથે જ ભરૂચ જીલ્લામાં ૦3વડોદરા ગ્રામ્ય જીલ્લાના 11નર્મદા જીલ્લા દ્વારા 03 અને છોટાઉદેપુર જીલ્લાના નાસતા-ફરતા કુલ 06 તથા પેરોલ જમ્પ 01 એમ રેન્જના કુલ 24 આરોપીઓને પકડી નામદાર કોર્ટ હવાલે કરવામાં આવ્યા છે. તો બીજી તરફભરૂચ જીલ્લા દ્વારા કુલ 397વડોદરા ગ્રામ્ય જીલ્લા દ્વારા 363છોટાઉદેપુર જીલ્લા દ્વારા 146 તથા નર્મદા જીલ્લા દ્વારા 255 એમ કુલ 1161 બિન જામીન લાયક વોરંટની બજવણી કરી નામદાર કોર્ટ હવાલે કરવામાં આવી છે.

ભરૂચ જીલ્લા દ્વારા કુલ 2498વડોદરા ગ્રામ્ય જીલ્લા દ્વારા 3088છોટાઉદેપુર જીલ્લા દ્વારા 1900 તથા નર્મદા જીલ્લા દ્વારા 2396 એમ કુલ 9882 ઇસમો વિરુદ્ધ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન સુલેહ શાંતિ જાળવી રાખવા માટે અટકાયતી પગલા લઇ પાકા જામીન લેવામાં આવેલ છેજ્યારે નશાબંધી અધિનિયમ-1949 હેઠળ દારૂના કેસ થયેલ હોય તેવા ઇસમો વિરૂધ્ધ કાયદાની કલમ 93 અંતર્ગત ભરૂચ 253 , વડોદરા ગ્રામ્ય 419નર્મદા 535 તથા છોટાઉદેપુર 98 એમ કુલ 1287 ઇસમો વિરૂધ્ધ પાકા જામીન લેવામાં આવ્યા છે. ઉપરાંત માથાભારે ઇસમો વિરૂધ્ધ ભરૂચ જીલ્લામાં હદપારી 27 તથા પાસા 05વડોદરા ગ્રામ્ય જીલ્લામાં હદપારી 61 તથા પાસા 09નર્મદા જીલ્લામાં હદપારી 13 તથા પાસા 02 તથા છોટાઉદેપુર જીલ્લામાં હદપારી 06 તથા પાસા 02 એમ કુલ હદપારી 107 તથા પાસા 18 દરખાસ્ત કરવામાં આવી છે. વડોદરા રેન્જમાં જીલ્લા-જીલ્લાની હદ વચ્ચે કાર્યરત કુલ 37 ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છેજ્યાં રાત-દિવસ સતત 24 કલાક બેરીકેડીંગ કરી બોડીવોર્ન કેમેરા અને બ્રેથ એનાલાઇઝર સાથે સતત વાહન ચેકિંગ કરી અસામાજીક પ્રવૃતિ ઉપર નજર રાખવામાં આવે છેતથા તમામ ચેક પોસ્ટ પર લાઇટ બેટનરેડિયમ રીફલેકટરનો ઉપયોગ કરવામાં આવે છે.

વડોદરા વિભાગના જીલ્લાઓના પડોશી રાજ્યો સાથે મળતી સીમા ઉપર પડોશી રાજ્યોના લગત જીલ્લાઓ સાથે પરામર્શ કરી કુલ 10 ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં નર્મદા જીલ્લા અને મહારાષ્ટ્રના નંદુરબાર જીલ્લા વચ્ચે ડેડિયાપાડા ખાતે ડુમખલ અને કોકટી ચેક પોસ્ટ તથા સાગબારાની ધનસેરા ચેક પોસ્ટ સહિત કુલ 03 ચેક પોસ્ટ કાર્યરત કરેલ છે. છોટાઉદેપુર જીલ્લા અને મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લા વચ્ચે કવાંટ ખાતે વખતગઢ અને રેણધા ચેક પોસ્ટ તથા પાનવડ ખાતે બૈડીયાઝોઝ ખાતે મીઠીબોરછોટાઉદેપુર ખાતે અંધારકાસ તથા રંગપુર ખાતે હલ્દીમહુડી અને ફેરકુવા ચેક પોસ્ટ સહિત કુલ 07 ચેક પોસ્ટ કાર્યરત કરેલ છે. આ ચેકપોસ્ટ પર 27821 વાહન ચેક કરવામાં આવ્યા છે. જેમાં મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 207 મુજબ કુલ 32 વાહનો ડીટેઇન કરવમાં આવેલ છેતથા દારૂ પીને વાહન ચલાવનાર ચાલકો વિરૂધ્ધ મોટર વ્હીકલ એક્ટ-1988ની કલમ 185 હેઠળ કુલ 49 કેસ કરવામાં આવ્યા છેતેમજ દેશી-વિદેશી દારૂના 8 કેસો કરી કુલ 2,97,499 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 

ભરૂચ જીલ્લામાં કુલ ૩૯૨વડોદરા ગ્રામ્ય જીલ્લામાં ૭૧૭નર્મદા જીલ્લામાં ૩૮૫ તથા છોટાઉદેપુર જીલ્લામાં ૧૫૫ મળી કુલ-૧૬૪૯ લિસ્ટેડ બુટલેગર્સ ઉપર રેઈડો કરવામાં આવેલ છે તથા પ્રોહીબિશનના કુલ કેસ ભરૂચ જીલ્લામાં ૭૧૧વડોદરા ગ્રામ્ય જીલ્લામાં ૪૯૮નર્મદા જીલ્લામાં ૩૨૭તથા છોટાઉદેપુર જીલ્લામાં ૪૯૩ મળી કુલ ૨૦૨૮ પ્રોહીબિશનના કેસો શોધી કાઢવામાં આવેલ છે. તેમજ ભરૂચ જીલ્લામાં કુલ ૦૫વડોદરા ગ્રામ્ય જીલ્લામાં ૧૪નર્મદા જીલ્લામાં ૩૧ તથા છોટાઉદેપુર જીલ્લામાં ૦૪ મળી કુલ-૫૪ ગેમ્બલર્સ ઉપર રેઇડો કરવામાં આવેલ છે તથા ભરૂચ ખાતે કુલ ૧૫વડોદરા ગ્રામ્ય ખાતે કુલ ૧૬નર્મદા ખાતે કુલ ૦૯ તથા છોટાઉદેપુર ખાતે ૦૩ મળી ૪૩ જુગારના કેસો શોધી કાઢવામાં આવેલ છે. ભરૂચ જીલ્લામાં ૨૪૭૧ લી. દેશી દારૂ કિ.રૂ.૪૯૪૨૦૦/- તથા વિદેશી દારૂની કુલ ૨૨૮૨ બોટલ કિ.રૂ. ૭૭૬૮૮૦/-વડોદરા ગ્રામ્ય જીલ્લામાં ૧૪૭૧ લી. દેશી દારૂ કિ.રૂ.૨૯૪૨૦૦/- તથા વિદેશી દારૂની કુલ ૧૧૪૫૪ બોટલ કિ.રૂ.૭૦૩૦૩૫૯/-નર્મદા જીલ્લામાં ૬૪૪ લી. દેશી દારૂ કિ.રૂ. ૧૨૮૮૦૦/- તથા વિદેશી દારૂની કુલ ૧૫૬૪ બોટલ કિ.રૂ. ૪૩૭૦૧૬/- તથા છોટાઉદેપુર જીલ્લામાં ૫૩૬ લી. દેશી દારૂ કિ.રૂ. ૧૦૭૨૦૦/- તથા વિદેશી દારૂની કુલ ૬૨૦૦ બોટલ કિ.રૂ. ૧૬૭૦૮૬૪/-મળી વડોદરા રેન્જમાં કુલ ૧,૦૯,૩૯,૫૧૯/- (એક કરોડ નવ લાખ ઓગણચાળીસ હજાર પાંચસો ઓગણીસ) નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.

ભરૂચ જીલ્લામાં કુલ ૦૯વડોદરા ગ્રામ્ય જીલ્લામાં ૬૪નર્મદા જીલ્લામાં ૧૭ તથા છોટાઉદેપુર જીલ્લામાં ૧૩ મળી કુલ-૧૦૩ હિસ્ટ્રીશીટર ચેક કરવામાં આવેલ છે. આ કામગીરીની સમીક્ષા બાદ રેન્જ IGP સંદીપ સિંહ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ૨૦૨૬ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે સારૂ જરૂરી સુચનો કરવામાં આવેલ. જેમાંજીલ્લામાં હથિયાર પરવાનાવાળા ધારકો પાસેથી મુક્તિ મળેલ હોય તે સિવાયના હથિયાર ધારકોના હથિયાર જમા લેવા સુચના કરવામાં આવેલ. જીલ્લા વિસ્તારમાં ચૂંટણી સબંધે નોંધાયેલ ગુનાઓમાં આરોપીઓ વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા તથા સંવેદનશીલઅતિ સંવેદનશીલ વિસ્તારો સહિતના વિસ્તારોમાં વધુમાં વધુ અટકાયતી પગલા લેવા સુચના કરવામાં આવી.

આંતર જીલ્લા/આંતર રાજ્ય ચાલુ કરેલ ચેક પોસ્ટ પર ૨૪*૭ બોડીવોર્ન કેમેરા તથા બ્રીથ એનાલાઇઝર સાથે યોગ્ય બેરી કેટીંગ રાખી વાહન ચેકિંગ કરી વધુમાં વધુ કામગીરી કરવા સુચન કરેલ. વધુમાં ચેકપોસ્ટ પર દેશી-વિદેશી દારૂમાદક દ્રવ્યો તથા રોકડ રકમ કે કિંમતી ચીજ-વસ્તુઓની હેરફેર ન થાય તે સુનિશ્ચિત કરવા સુચન કરેલ. લિસ્ટેડ પ્રોહી./જુગાર બુટલેગર્સ/ગેમ્બલર્સ ઉપર સતત રેઇડો કરી સખતમાં સખત કાર્યવાહી કરવા સુચના કરેલ તથા જીલ્લા વિસ્તારમાં દેશી-વિદેશી દારૂની પ્રવૃતિ પર ૧૦૦% અંકુશ લઇ કાર્યવાહી કરવા સુચન કરેલ. નામ.કોર્ટમાંથી આવેલ NBW ની ૧૦૦% બજવણી થાય તે સુનિશ્ચિત કરવા સુચના કરેલ. જીલ્લા વિસ્તારમાં આવેલ HS/MCR કાર્ડ ધારકોનું ૧૦૦% ચેકીંગ કરવા તથા નાસતા-ફરતા/પેરોલ જમ્પ આરોપીઓના સંભવિત ઠેકાણાં ચેક કરી પકડી લેવા સુચન કરેલ.

રાજ્ય ચૂંટણી આયોગ તરફથી નક્કી થઇ આવેલ સ્કેલ મુજબ બૂથ-બિલ્ડીંગ પર બંદોબસ્તની યોગ્ય ગોઠવણી કરવા સુચન કરેલ. જીલ્લાના પોલીસ સ્ટેશન સ્તરેથી તમામ બૂથ-બિલ્ડીંગની વિઝિટ કરીલોકસંપર્ક કરી ચૂંટણી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા સુચના આપવામાં આવી છે. તો બીજી તરફપ્રજાજોગ સંદેશ આપતા વડોદરા રેન્જના તમામ પ્રજાજનોને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૬ દરમ્યાન ભાઇચારાની ભાવનાથી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મતદાન કરવા અપીલ કરવામાં આવે છે. તેમજ ચૂંટણી દરમ્યાન કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ જણાઈ આવ્યેથી તુરત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવા અપીલ કરવામાં આવે છે. તેમજ સોશિયલ મીડિયા કે અન્ય પ્રસાર માધ્યથી કે અન્ય કોઇપણ રીતે કોઈ ઉશ્કેરણી-વાંધાજનક પોસ્ટ નહીં કરવા/અફવા નહીં ફેલાવવા અપીલ કરવામાં આવે છે. અત્રેની રેન્જના જીલ્લાઓના સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયા પર સતત નજર રાખવામાં આવી રહેલ છે. વાધાંજનક પોસ્ટ કે અફવા ફેલાવનાર પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.