• સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે એક અનોખો વિરોધ

  • મતદારે લગાવેલું બેનર રાજકીય ચર્ચાનો વિષય બન્યું

  • મત ભાજપનેપરંતુ કોઈએ પ્રચાર માટે આવવું નહીં

  • મતદારે બેનરમાં ભાજપ પ્રત્યે દર્શાવી વફાદારી

  • ઉમેદવારો પ્રત્યે નારાજગી પણ વ્યક્ત કરી 

વલસાડ તાલુકાના દિવેદ ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે એક અનોખો વિરોધ સામે આવ્યો છે.એક મતદારે પોતાના ઘરની બહાર બેનર લગાવીને રાજકીય પક્ષોના ઉમેદવારોને પ્રચાર માટે ઘરે ન આવવા જણાવ્યું છે.

વલસાડ તાલુકાના દિવેદ ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે એક અનોખો વિરોધ સામે આવ્યો છે. અહીં એક મતદારે પોતાના ઘરની બહાર બેનર લગાવીને રાજકીય પક્ષોના ઉમેદવારોને પ્રચાર માટે ઘરે ન આવવા જણાવ્યું છેજોકે તેમનો મત ભાજપને જ રહેશે તેવી સ્પષ્ટતા પણ કરી છે.દિવેદ ગામના અભિલાષ પટેલે લગાવેલા આ બોર્ડમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, “અમારો મત ભાજપનેપણ કોઈપણ રાજકીય પક્ષના ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટે ઘરે આવવું નહીં.” આ બેનર દ્વારા તેમણે ભાજપ પ્રત્યેની પોતાની વફાદારી દર્શાવી છેપરંતુ સ્થાનિક ઉમેદવારો પ્રત્યેની નારાજગી પણ વ્યક્ત કરી છે.

સામાન્ય રીતે ચૂંટણીમાં લોકો પક્ષનો વિરોધ કરતા હોય છેપરંતુ આ કિસ્સામાં મતદાર પક્ષને સમર્થન આપીને વ્યક્તિગત ઉમેદવારોનો વિરોધ કરી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર કરી રહ્યા છે ત્યારે આ પ્રકારના બેનરો રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.