-
ભરૂચના ઝઘડિયામાં બન્યો હતો બનાવ
-
કેમિકલ કંપનીમાં લાગી હતી આગ
-
3 કામદારના નિપજ્યા છે મોત
-
નેશનલ હ્યુમન રાઈટ કમિશને માંગ્યો રિપોર્ટ
-
રાજ્ય સરકારને રિપોર્ટ આપવા આદેશ
ભરૂચના ઝઘડિયાની મેટ્રોપોલિટન કંપનીમાં આગની ઘટના મામલે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને રાજ્ય સરકાર અને જિલ્લા પોલીસ વડાને 2 અઠવાડિયામાં રિપોર્ટ આપવા આદેશ કર્યો છે.આગની આ ઘટનામાં 3 કામદારના મોત નિપજ્યા છે.
ભરૂચના ઝઘડિયા વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન કેમિકલ કંપનીમાં થયેલી ભીષણ વિસ્ફોટ અને આગની ઘટનાને લઈને National Human Rights Commissionએ સુઓમોટો નોંધ લઈને કાર્યવાહી શરૂ કરી છે. મીડિયા અહેવાલોના આધારે આયોગે ઘટનાને ગંભીરતાથી લઈ તંત્ર પાસેથી જવાબ માંગ્યો છે.
ઘટનાની વિગતો મુજબ, 23 એપ્રિલ 2026ના રોજ ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 3 કામદારોના મોત થયા હતા, જ્યારે કુલ 16 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. હાલમાં 10 કામદારો સારવાર હેઠળ છે અને 3 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
NHRCની કાર્યવાહીમાં, ગુજરાતના મુખ્ય સચિવ તેમજ ભરૂચના પોલીસ અધિક્ષકને નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસમાં બે અઠવાડિયામાં વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
આયોગે પોતાના અહેવાલમાં માંગેલી વિગતોમાં ઇજાગ્રસ્ત કામદારોની હાલની આરોગ્ય સ્થિતિ, ઘટનાની તપાસની પ્રગતિ અને પીડિતોને આપવામાં આવેલા વળતરની માહિતીનો સમાવેશ થાય છે.
