અંકલેશ્વર: GIDC પોલીસે 2 રીઢા બાઈક ચોરની કરી ધરપકડ
બે રીઢા વાહન ચોરને છોટાઉદેપુરના નસવાડી પોલીસે ઝડપી લીધા હતા.જીઆઇડીસી પોલીસે બંન્ને બાઈક ચોરનો ટ્રાન્સફર વોરંટ થી કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી ગુજરાત | ભરૂચ | સમાચાર
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાંથી ચોરાયેલી બાઈકના બે રીઢા વાહન ચોરને છોટાઉદેપુરના નસવાડી પોલીસે ઝડપી લીધા હતા.જીઆઇડીસી પોલીસે બંન્ને બાઈક ચોરનો ટ્રાન્સફર વોરંટ થી કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે પોલીસે એક મોટી સફળતા મેળવી છે. ગત તારીખ 24 એપ્રિલના રોજ જીઆઈડીસી વિસ્તારમાંથી એક બાઈકની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી હતી.
દરમ્યાન છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસના હાથે બે બાઈક ચોર ઝડપાયા હોવાની જાણ થતા જ, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બોટાદના ગઢડાનો વતની શૈલેષ જીવરાજ ડાભી અને છોટાઉદેપુરના નસવાડીના નરેશ શંકર નાયરનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી બંને આરોપીઓની ધરપકડ કરી છે.
