-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
હાજીખાના વિસ્તારમાં આયોજન
-
પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
-
સમાજના સભ્યો રહ્યા ઉપસ્થિત
-
મંદિર પરિસરમાં હોલનું પણ કરાયુ નિર્માણ
ભરૂચમાં શ્રી લીંબચ માતાજીના મંદિરે પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ભરૂચ શહેરના હાજી ખાના વિસ્તારમાં આવેલ અતિ પ્રાચીન શ્રી લીંબચ માતાજી મંદિર ખાતે ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધાર્મિક ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી.
લીંબાચીયા સમાજના આ પ્રાચીન મંદિરનું નવનિર્માણ પૂર્ણ થતા વૈદિક મંત્રોચ્ચાર, હવન અને વિવિધ પૂજા વિધિઓ સાથે શ્રી લીંબચ માતાજીની પવિત્ર મૂર્તિની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી.આ પવિત્ર પ્રસંગે લીંબાચીયા સમાજના મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.આ ઉપરાંત મંદિર પરિસરમાં એક વિશાળ હોલનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે, જેમાં સમાજના લોકો ભવિષ્યમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજી શકશે.
