અંકલેશ્વર: કોસમડી નજીક 2 બાઈક સામસામે ભટકાય, 3 લોકો ઇજાગ્રસ્ત
અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ નજીક આવેલા મોડા ફળિયા વિસ્તારમાં માર્ગ અકસ્માત સર્જાયો હતો. પદ્માવતી કોમ્પલેક્ષ સામે બે બાઈક સામસામે અથડાતા ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ | સમાચાર
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક પર સવાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને મદદ માટે આગળ આવ્યા.ઘટનાની માહિતી મળતા જ 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ સમયસર સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
