• ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ઇન્સાફ અને બામસેફ સંગઠન દ્વારા આયોજન

  • વિશ્વ મજદૂર દિવસની ઉજવણી

  • રેલવે સ્ટેશન બહાર યોજાયો કાર્યક્રમ

  • આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત

ભરૂચમા ઇન્સાફ અને બામસેફ સહિતના વિવિધ સંગઠનો દ્વારા વિશ્વ મજદૂર દિવસ અને બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચ ખાતે ઇન્સાફ અને બામસેફ સહિતના વિવિધ સંગઠનો દ્વારા વિશ્વ મજદૂર દિવસ અને બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સમાજના વિવિધ વર્ગોના લોકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત ભગવાન ગૌતમ બુદ્ધ અને ડૉ. બાબા સાહેબ આંબેડકરને  પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ તેમના વિચારોને યાદ કરીને સમાજમાં સમાનતા અને ન્યાયના મૂલ્યોને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
વક્તાઓએ પોતાના સંબોધનમાં બહુજન સમાજને સંવિધાનિક અધિકારો અંગે જાગૃત થવા અને તે માટે સંગઠિત બનવા આહવાન કર્યું હતું. સાથે જ શ્રમિકોના હક્કો અને સમાજમાં સમાન અવસરની જરૂરિયાત અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.કાર્યક્રમમાં બહેચર રાઠોડ, મોહન પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ અંતે સૌએ સમાજમાં એકતા અને પ્રગતિ માટે સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.