-
ગુજરાત સ્થાપના દિવસ
ની ઉજવણી
-
ડુમસ ખાતે યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ
-
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન
-
8 નવી સ્માર્ટ GIDCની પણ જાહેરાત કરાઈ
-
કંપનીઓ પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજીનું પ્રદર્શન કરશે
ગુજરાત સ્થાપના દિવસના અવસરે સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે 1 અને 2 મેના રોજ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ‘ની ત્રીજી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ઈવેન્ટમાં જાપાન, રવાન્ડા, યુક્રેન અને સિંગાપોર ભાગીદાર દેશો તરીકે જોડાઈને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક પર લઈ જશે.
ગુજરાત સ્થાપના દિવસના અવસરે સુરતના ડુમસ ખાતે સી ફેસ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે 1 અને 2 મેના રોજ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ‘ની ત્રીજી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. કરોડોના MOU થયા છે. સુરત કટ ડાયમંડ-GI ટેગ પર એક ખાસ કવર પણ લોન્ચ કરાયું હતું. સાથે જ 8 નવી સ્માર્ટ GIDCની પણ જાહેરાત કરાઈ છે.
આ મેગા ઈવેન્ટમાં આવેલા વિવિધ દેશના પ્રતિનિધિઓ પણ ગુજરાતના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. જાપાનના રાજદૂતે ગુજરાતીમાં તો સિંગાપોરના હાઈ કમિશનર સિમોન વોન્ગે ‘જયશ્રી કૃષ્ણ’ કહીને સંબોધનની શરૂઆત કરી હતી. તો યુક્રેનના રાજદૂતે જય જય ગરવી ગુજરાત કહી ગુજરાત દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
વિકસિત ભારત@2047‘ના મહત્વાકાંક્ષી દ્રષ્ટિકોણને સાકાર કરવાના હેતુથી આયોજિત આ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ એમ 6 જિલ્લાઓની ઔદ્યોગિક ક્ષમતા પર વિશેષ પ્રકાશ પાડવામાં આવશે. કોન્ફરન્સની સમાંતર 1થી 5 મે સુધી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 12,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું આ એક્ઝિબિશન નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને રોકાણની તકોનું એક જીવંત કેન્દ્ર બની રહેશે. તેમાં નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોથી લઈને મલ્ટીનેશનલ કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજીનું પ્રદર્શન કરશે, જે પ્રાદેશિક અર્થતંત્રને એક નવી ઊંચાઈ પર લઈ જશે.
