-
કચ્છ SOGએ કરી મોટી કાર્યવાહી
-
ISISની વિચારધારા ફેલાવનારની ધરપકડ
-
સોશિયલ મીડિયાથી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતો હતો
-
સોશિયલ મીડિયાના માધ્યમથી ઉશ્કેરણીજનક સામગ્રી શેર
-
પોલીસે શખ્સની ધરપકડ કરીને સઘન તપાસ હાથ ધરી
કચ્છ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ભુજ તાલુકાના લોડાઈ ગામમાં પ્રતિબંધિત સંગઠન ISISની વિચારધારાનો પ્રચાર કરવા અને ઉશ્કેરણીજનક સામગ્રી શેર કરવા બદલ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ભુજ તાલુકાના લોડાઈ ગામમાં પ્રતિબંધિત સંગઠન ISISની વિચારધારાનો પ્રચાર કરવા અને ઉશ્કેરણીજનક સામગ્રી શેર કરવા બદલ એક શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પશ્ચિમ કચ્છ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે, લોડાઈ ગામનો રહેવાસી ફકીરમામદ ઈસા ગગડા નામનો શખ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરી રહ્યો છે.
તપાસ દરમિયાન સામે આવ્યું કે, આરોપી સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ્સ શેર કરતો હતો. જેમાં તે ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત તેમજ જિહાદ કરવા એકઠા થવાની પોસ્ટ મુકી આતંકવાદી સંગઠન ISISની વિચારધારાને પ્રોત્સાહન આપતી સામગ્રી ફેલાવતો હતો. એટલું જ નહીં છેલ્લા ચાર વર્ષથી સતત દેશની એકતા અને અખંડિતતા જોખમાય તે પ્રકારનું કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યો હતો. આ ગંભીર મામલાની નોંધ લઈને પશ્ચિમ કચ્છ SOG દ્વારા આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
