• GNFCને 50 વર્ષ પૂર્ણ થવાના અવસર પર વિશેષ કાર્યક્રમો

  • GNFC, પ્રાચી હેલ્થકેર સેન્ટરએમ.જે.એસોસિએટનો સહયોગ

  • મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યક્રમ યોજાયો

  • કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતી મહિલા કર્મચારીઓની ઉપસ્થિતિ

  • મહિલાઓમાં કાયદાકીય જાગૃતિ લાવવા કાર્યક્રમનો મુખ્ય હેતુ

ભરૂચમાં ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ કંપની GNFCને 50 વર્ષ પૂર્ણ થવાના અવસર પર વિશેષ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભરૂચના GNFC ઓડિટોરિયમ ખાતે GNFC,પ્રાચી હેલ્થકેર સેન્ટર અને એમ.જે.એસોસિએટના સહયોગથી મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક દિવસીય મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતી અંદાજે 175 જેટલી મહિલા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલાઓ માટે મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં ખાસ કરીને કાર્યસ્થળે મહિલાઓની સતામણી સામેના કાયદા,સેલ્ફ ડિફેન્સ તાલીમ,ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી,આપાતકાલીન જીવન બચાવ તાલીમ વિશે પ્રાયોગિક તથા માર્ગદર્શક સત્રો યોજાયા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં કાયદાકીય જાગૃતિ વધારવો,આત્મરક્ષા માટે સજ્જ બનાવવી અને આપાતકાલીન પરિસ્થિતિઓમાં યોગ્ય પ્રતિસાદ આપવા માટે તાલીમ આપવાનો હતો. સમગ્ર કાર્યક્રમમાં હાજર રહેલા તમામ પ્રતિભાગીઓએ આ પહેલને ખૂબ જ ઉપયોગી અને માહિતીપ્રદ ગણાવી હતી.