-
પશ્ચિમ બંગાળના ઇતિહાસમાં પ્રથમવાર કમળ ખીલ્યું
-
તમિલનાડુમાં થેલાપતીનો વિજય તિલક
-
કેરલમમાં કોંગ્રેસ ગઠબંધનની જીત નિશ્ચિત
-
આસામમાં ભાજપની ભવ્ય હેટ્રિક
-
પુડુચેરીમાં પણ ભાજપ ગઠબંધનની જીત નિશ્ચિત
પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આજે 4 તારીખ સોમવારે જાહેર થયા છે.જેમાં ભારતીય જનતા પાર્ટીએ આસામ,પુડુચેરી તેમજ પશ્ચિમ બંગાળમાં વિજય પતાકા લહેરાવ્યો છે.
પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આજે 4 તારીખ સોમવારે જાહેર થયા છે.સવારે આઠ વાગ્યાથી મત ગણતરી શરૂ કરી દેવામાં આવી હતી.એવામાં સૌની નજર પશ્ચિમ બંગાળ પર છે, મમતા બેનરજીના ગઢ સમાન પશ્ચિમ બંગાળમાં ભાજપ શું પરિણામો લાવશે તેના પર હતી,જોકે બંગાળમાં માટે ખુલતાની સાથે ભારતીય જનતા પાર્ટીની વિજયકૂચ શરૂ થઈ હતી,અને મમતા બેનર્જીને ભારે પછડાટ આપી છે.
જ્યારે આસામથી ભાજપે કોંગ્રેસને ઝટકો આપ્યો છે,કારણ કે પાર્ટીના મુખ્ય ચહેરા કોંગ્રેસના દિગ્ગજ નેતા ગૌરવ ગોગોઈ હારી ગયા છે. તેમણે જોરહાટ બેઠકથી ચૂંટણી લડી હતી. અહીં તેમણે 23182 વોટથી ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે.અને આસામમાં પણ ભાજપ સત્તામાં હેટ્રિક પૂર્ણ કરી છે.
જ્યારે તમિલનાડુમાં 234 માંથી 214 બેઠકના વલણ સામે આવ્યા છે. જેમાં સત્તાધારી ડીએમકે ગઠબંધન પછડાટ ખાઈ ગયું છે. એઆઈએડીએમકે પાર્ટીને પણ મતદારોએ જાકારો આપીને વિજયની પાર્ટી ટીએમકે પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
આ ઉપરાંત કેરલમાં કોંગ્રેસને મોટો ફાયદો થયો છે.જેમાં 40 માંથી કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ હેઠળનું ગઠબંધન યુડીએફ 99 બેઠક પર જ્યારે એલડીએફ પણ મજબૂત ટક્કર આપતા 35 બેઠક પર આગળ વધ્યું છે. જ્યારે ભાજપનું ગઠબંધન અહીં પછડાટ ખાતું દેખાયું છે.
વધુમાં પુડુચેરીમાં ભાજપ ગઠબંધન 30 બેઠકો પૈકી 17 બથકો પર વિજય કૂચ આગળ ધપાવી છે,જયારે અહીંયા કોંગ્રેસ 8 અને અન્ય 5 બેઠક પર લીડ કરી રહ્યા છે. આમ પાંચ રાજ્યોમાં વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપે અદભુત દેખાવ કરીને વિરોધીઓને ધોબી પછડાટ આપી છે.
