-
ભેસાણામાં વિકૃત માનસિકતાની પરાકાષ્ઠા
-
પશુ સાથે અશ્લિલ હરકતનો વીડિયો વાયરલ
-
વૃદ્ધે અબોલ જીવ સાથે કર્યું કુકર્મ
-
ઘટનાને પગલે ગૌ પ્રેમીઓમાં ભારે રોષ
-
પોલીસે બે શખ્સોની ધરપકડ કરી
બનાસકાંઠાના દિયોદર તાલુકામાંથી એક એવી ઘટના સામે આવી છે, જે સાંભળીને કોઈપણ સંવેદનશીલ વ્યક્તિનું માથું શરમથી ઝૂકી જાય. અબોલ જીવ કે જે બોલી શકતા નથી, તેમની સાથે દુષ્ટકૃત્ય આચરવાની હીન ઘટના ભેસાણા ગામે બની છે.
બનાસકાંઠાના દિયોદર તાલુકાના ભેસાણા ગામે વિકૃત માનસિકતા ધરાવતા શખ્સોએ હદ વટાવી દીધી છે. ગામના એક વૃદ્ધ દ્વારા અબોલ જીવ સાથે કરવામાં આવેલી અશ્લીલ હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો સામે આવતા જ સમગ્ર પંથકમાં ગૌ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.
ઘટનાની ગંભીરતાને જોતા દિયોદર પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પુરાવાના આધારે પોલીસે ભેસાણા ગામના વૃદ્ધ સહિત બે શખ્સોની ધરપકડ કરી છે. આ નરાધમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
