• પાવાગઢ રોપ-વે પર NDRF દ્વારા મોકડ્રીલ

  • આપત્તિ સમયે સંકલન અને ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરાયો

  • NDRF,પોલીસ,ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ સક્રિય ભાગ લીધો

  • બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડના અધિકારીઓ પણ રહ્યા ઉપસ્થિત

  • આકસ્મિક પરિસ્થિતિનું જીવંત પ્રદર્શન યોજાયું     

પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે રોપ-વે માટે NDRF દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલના પાવાગઢ યાત્રાધામ ખાતે રોપ-વેની સુરક્ષા માટે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ  મોકડ્રીલ નો મુખ્ય હેતુ આપત્તિના સમયે વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન અને ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવાનો હતો.

આ  મોકડ્રીલમાં NDRF, પોલીસ વિભાગફાયર બ્રિગેડએમ્બ્યુલન્સ સર્વિસ અને ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) સહિતની ટીમોએ સક્રિય ભાગ લીધો હતો. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાજેથી કામગીરી વધુ વ્યાપક બની હતી.

મોકડ્રિલ દરમિયાન રોપ-વેમાં આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો મુસાફરોને કેવી રીતે સુરક્ષિત રીતે બહાર કાઢવા તેનું જીવંત પ્રદર્શન કરાયું હતું.NDRFની ટીમે ઊંચાઈ પર ફસાયેલા મુસાફરોને ખાસ સાધનો વડે સલામત રીતે નીચે ઉતારવાની પ્રક્રિયા દર્શાવી હતી. 

ત્યારબાદઘાયલ વ્યક્તિને સ્ટ્રેચર દ્વારા તાત્કાલિક સારવાર માટે સ્થળાંતર કરવાની કામગીરી પણ સફળતાપૂર્વક રજૂ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં હાલોલ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના પ્રશાસનિક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તેમણે સમગ્ર મોકડ્રીલનું નિરીક્ષણ કરીને તંત્રની તૈયારીઓ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.