• લિંબાયત પોલીસને મળી મોટી સફળતા

  • આંતરરાજ્ય મોબાઈલ ચોર ગેંગનો પર્દાફાશ

  • બે સાગરીતોની ધરપકડ સાથે મોટા રેકેટનો પર્દાફાશ

  • પોલીસે આરોપીઓ પાસેથી 64 મોબાઈલ કબ્જે કર્યા

  • કુલ 30.54 લાખના 110 ચોરીના મોબાઈલ રિકવર કર્યા 

સુરત લિંબાયત પોલીસને મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસે અંતરરાજય મોબાઈલ ચોર ગેંગનો પર્દાફાશ કરીને બે શખ્સોની ધરપકડ કરીને 64 મોબાઈલ કબ્જે કર્યા છે.

સુરત લિંબાયત પોલીસે આંતરરાજ્ય મોબાઈલ ચોર ગેંગના બે સાગરીતોને ઝડપી પાડી મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.એમાં બન્યું કઈંક એવું હતું કે તારીખ 5 મેના રોજ એક ઘરનું તાળું તૂટ્યા હોવાનો પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો હતો,અને આ કોલના આધારે પોલીસે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

પોલીસની ટીમે ઘટના સ્થળ પીઆર દોડી જઈને તપાસ કરતા મકાનમાંથી 47 મોબાઈલ ફોન બિનવારસી મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.અને પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા બે શકમંદોની અટકાયત કરી હતી,જેમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો હતો.અને બંને આરોપીઓ પાસેથી પોલીસે 64 મોબાઈલ કબ્જે કર્યા હતા.પોલીસે કુલ 30 લાખ 54 હજારની કિંમતના 110 ચોરીના મોબાઈલ ફોન રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ગેંગમાં કુલ 9 શખ્સો સામેલ છેજેમાંથી 2ની ધરપકડ કરાઈ છે,જ્યારે ઝારખંડના 7 શખ્સો હજુ ફરાર છે.મુખ્ય આરોપીઓ ભાડે માણસો રાખી ભીડભાડવાળા વિસ્તારોમાં ચોરી કરાવતા અને પ્રત્યેક મોબાઈલ દીઠ 2,000 રૂપિયા આપતા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં મોબાઈલ ચોરીના 37 જેટલા વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે.