• સોમનાથમાં પીએમ મોદીનું આગમનની તૈયાયરીઓ

  • વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને અપાયો આખરી ઓપ

  • નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સદભાવના ગ્રાઉન્ડ ખાતે સભાસ્થળનું કર્યું નિરીક્ષણ

  • પીએમના કાર્યક્રમ માટે સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

  • મંત્રી અર્જુન મોઢવાડિયા અને ઉચ્ચ અધિકારીઓની યોજાઈ બેઠક 

યાત્રાધામ સોમનાથમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને ગીર સોમનાથમાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે.અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સોમનાથ પહોંચ્યા હતા. તેમણે સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાનારી વિશાળ જનસભાના સ્થળની મુલાકાત લીધી અને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેમની સાથે મંત્રી અર્જુન મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીએ કલેક્ટર, રેન્જ આઈજી અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને તૈયારીઓની સમીક્ષા કરી હતી.
સભાસ્થળ પર સુરક્ષા વ્યવસ્થા, વાહનોના પાર્કિંગ માટેની સુવિધા, લોકોની બેઠક વ્યવસ્થા અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ અંગે તેમણે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહી જાય તે માટે તંત્ર રાત-દિવસ એક કરી રહ્યું છે. સમગ્ર સોમનાથ શહેરમાં અત્યારે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
તંત્ર દ્વારા અંતિમ તૈયારીઓને પૂર્ણ કરવામાં આવી રહી છે અને હવે માત્ર પ્રધાનમંત્રીના આગમનની રાહ જોવાઈ રહી છે. સોમનાથની જનતામાં પણ પીએમના સ્વાગત માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.