-
ભરૂચમાં કાળઝાળ ગરમી
-
હિટ સ્ટ્રોકના બનાવોમાં વધારો
-
આરોગ્ય વિભાગ થયુ સજ્જ
-
સિવિલ હોસ્પિટલમાં એ.સી.વોર્ડ તૈયાર
-
હીટ સ્ટ્રોકના દર્દીઓને અપાશે સારવાર
ભરૂચ: કાળઝાળ ગરમીમાં સિવિલ હોસ્પિટલમાં AC વોર્ડ ઉભો કરાયો, હિટસ્ટ્રોકના દર્દીઓને અપાશે સારવાર
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક દર્દીઓ માટે એસી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં હિટ સ્ટ્રોકના દર્દીઓને સુવિધા યુક્ત સારવાર આપવામાં આવશે સમાચાર
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક દર્દીઓ માટે એસી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં હિટ સ્ટ્રોકના દર્દીઓને સુવિધા યુક્ત સારવાર આપવામાં આવશે
ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. હીટ સ્ટ્રોકના કેસોમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા તમામ સિવિલ હોસ્પિટલો અને સરકારી દવાખાનાઓમાં ખાસ એસી વોર્ડ ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પણ હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે સ્પેશિયલ એસી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
આ વોર્ડમાં દર્દીઓને જરૂરી સારવાર સાથે ઠંડકવાળું વાતાવરણ મળી રહે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. હોસ્પિટલ સ્ટાફને પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે જેથી હીટ સ્ટ્રોકના દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે.આવનારા દિવસોમાં ગરમીનો પારો વધુ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું હતું.
