• ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • યોગ બોર્ડ દ્વારા આયોજન કરાયું

  • માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ યોજાયો

  • યોગવીરો રહ્યા ઉપસ્થિત

  • માતા પિતાનું કરાયુ પૂજન

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ભરૂચ જિલ્લામાં બાળકો માટે ચાલતા નિઃશુલ્ક સમર યોગ કેમ્પમાં સંકટ મોચન હનુમાનજી મંદિર, લિંક રોડ, ભરૂચ ખાતે આજરોજ માતૃ પિતૃ વંદનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં બાળકોએ પોતાના માતા-પિતાનું કુમકુમ તિલક, ચોખા લગાવી અને ફુલહાર પહેરાવીને પૂજન કર્યું હતું. 
પૂજન બાદ બાળકોએ માતા-પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા અને મીઠાઈ ખવડાવીને પ્રેમ વ્યક્ત કર્યો હતો. સમર કેમ્પના સંચાલક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે આનો હેતુ બાળકો અને યુવાનોમાં સંસ્કારનું સિંચન કરવાનો અને તેમને પારિવારિક મૂલ્યો પ્રત્યે જાગૃત કરવાનો હતો.
આ પ્રસંગે મોટી સંખ્યામાં બાળકોના માતા-પિતા, દાદા-દાદી અને વડીલોએ હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનો પરિચય થાય, શારીરિક તંદુરસ્તી સાથે માનસિક એકાગ્રતાનો વિકાસ થાય તે માટે સહ સંચાલક હેમાબેન પટેલ અને હરીતાબેન પટેલ દ્વારા બાળકોને મંત્રો, ધ્યાન, યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર સાથે વિવિધ એક્ટિવિટી કરાવવામાં હતી.