ભરૂચ શહેરની શ્રવણ ચોકડી પાસેની મંગલ જ્યોત સોસાયટીનાં એ 45માં રહેતા પુષ્પાબેન યોગેશભાઈ પરમાર તેઓનાં ગામ ખાતે મકાન બંધ કરી લગ્ન પ્રસંગમાં ગયા હતા. તે સમય ગાળા દરમિયાન અજાણ્યા તસ્કરો તેઓનાં મકાનને નિશાન બનાવી મકાનનો નકુચો તોડી અંદર ઘરમાં પ્રવેશ્યા હતા.

તસ્કરોએ તિજોરી માંથી સોના ચાંદીનાં દાગીનાં તેમજ રોકડની ચોરી કરી અંદાજીત 95 હજાર ઉપરાંતની મત્તાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.

આ અંગે પુષ્પાબેન પરમાર દ્વારા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.