ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તથા ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરની ઇન્સ્ટોલેશન સેરેમનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ઘણા વર્ષોથી સેવાકાર્ય કરતી સામાજિક સંસ્થા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તથા ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના વર્ષ 2026-27 માટેની ઇન્સ્ટોલેશન સેરેમનીનું GIDC વિસ્તાર સ્થિત ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરની ૫૦મી ઇન્સ્ટોલેશન સેરેમનીમાં રોટેરિયન સુનીલ નાડકર્ણીએ ક્લબના પ્રમુખ તરીકે તથા રોટેરિયન ડૉ. પ્રણવ બ્રહ્મભટ્ટએ માનદ સચિવ તરીકે પદભાર સંભાળ્યો હતો. જેઓને જિલ્લા ગવર્નર રોટેરિયન નિલેશ શાહએ ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે શપથવિધિ કરાવી હતી, જ્યારે ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના ચેરપર્સન તરીકે કિંજલ શાહ તેમજ સેક્રેટરી તરીકે રશ્મિ પટેલે પણ શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે નિવૃત્ત મેજર સી.એસ.આનંદ સ્વામી સૂર્યદેવજી શરદ શાહ, સુનિશ નાયર, મોહમ્મદ જાદલીવાલા તથા જે.એન.સુકાનંદન, આમંત્રિત મહાનુભાવો, અગ્રણી નાગરિકો સહિત મોટી સંખ્યામાં રોટરી તથા ઇનર વ્હીલ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
