ભરૂચ તાલુકાના જુના તવરા ગામે પાંચ દૈવી મંદિરે એક સાથે જ થાય છે પાંચ માતાજીની આરતી
ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ શ્રી પંચદૈવી મંદિર કે જ્યાં એક સાથેજ પાંચ માતાજી બિરાજમાન છે જેમાં 1 ખોડીયાર માતાજી 2 સિંધવાઈ માતાજી 3 મહાકાળી માતાજી 4 મેલડી માતાજી 5 મોગલ માતાજી આમ એક સાથેજ પાંચ દૈવી મંદિરમાં આ પાંચ માતાજી બિરાજમાન છે અહીં દરરોજ સાંજ સવાર થાય છે એક સાથેજ પાંચ માતાજીની આરતી પાંચ દૈવી મંદિરે અસો નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના જવાની સ્થાપના આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ પુજન અર્ચન કર્યા બાદ દસમા દિવસે માતાજીના જવારા માં નર્મદા નદીના પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે આસો નવરાત્રીના દસ દિવસ માતાજીના મંદિરે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે
આસો નવરાત્રીના આઠમના દિવસે માતાજીના પટ આગળમાં હવન મહા આરતી રાસ ગરબા અને મહાપ્રસાદિ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબજ મોટી સંખ્યામાં માઇ ભક્તો માતાજીના મંદિરે દર્શન અર્થે ઉમટી પડ્યા હતા ત્યારે તવરા પાંચ દૈવી મંદિરે આસો નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના જવારા ની સ્થાપના કરવામાં આવે છે અને આ જવારા નું 10 દિવસ પૂજન અર્ચન કર્યા બાદ દસમા દિવસે માતાજીના જવારા ની વિસર્જન યાત્રા નીકળતી હોય છે જે વિસર્જન યાત્રામાં સમગ્ર જુના તવરા ગામના ગ્રામજનો જોડાય છે અને માતાજીના જવારા ના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે
