ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસતા જનજીવનને રાહત મળી છે. જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા વહીવટી તંત્રના અહેવાલમાં જણાવાયું છે. વાગરા તાલુકામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વાલિયામાં 2.5 ઇંચ, ઝઘડિયા, અંકલેશ્વર અને નેત્રંગમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો હતો.
હાંસોટમાં 1.5 ઇંચ તેમજ આમોદ અને ભરૂચ તાલુકામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. જંબુસરમાં 8 મી.મી. વરસાદ નોંધાયો હતો.જિલ્લાભરમાં પડેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે તેમજ નદી-નાળા અને જળાશયોમાં પાણીની આવકમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ જિલ્લામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, વાગરામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ
