રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના નિર્દેશ અનુસાર તારીખ 11 જુલાઈ 2026 શનિવારના રોજ સમગ્ર ગુજરાત રાજ્યની સાથે જિલ્લા ન્યાયાલય ભરૂચ સહિતની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લામાં ન્યાયીક પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવાના હેતુથી આગામી 11 જુલાઈ,2026ના રોજ ‘નેશનલ લોક અદાલત’નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજની સુચના અનુસાર જિલ્લાની તમામ અદાલતોમાં આ લોક અદાલત કાર્યરત થશે.
આ લોક અદાલતમાં કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા અને પ્રિ-લિટિગેશન (કોર્ટમાં કેસ દાખલ થયા પહેલાની સ્થિતિ) એમ બંને પ્રકારના સમાધાનલાયક કેસો હાથ ધરાશે. જેમાં મુખ્યત્વે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઐક્ટની કલમ – 138 હેઠળના ચેક બાઉન્સના કેસો અને બેંકના લેણાં અંગેના કેસો, વાહન અકસ્માતના વળતર (ક્લેઈમ) અને મજુર વિવાદના કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદન, ભાડુઆત માલિકના વિવાદો, મનાઈ હુકમ અને સુખાધિકારના દાવાઓ અને વીજળી અને પાણીના બિલોના સમાધાનપાત્ર કેસો તેમજ કર્મચારીઓના પગાર-ભથ્થા અને નિવૃતિના લાભો અંગેની સર્વિસ મેટરોનો લોક અદાલતમાં સમાધાનથી નિકાલ કરાશે.
