અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે મહાવીર ટર્નિંગ નજીક આવેલા શોપિંગ કોમ્પ્લેક્સની છતનો એક  હિસ્સો ધારાશયી થતા દોડધામ મચી જવા પામી હતી.

અંકલેશ્વરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે મહાવીર ટર્નિંગ નજીક આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સની છતનો આગળનો ભાગ અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોમ્પ્લેક્સની છતનો આગળનો હિસ્સો તૂટીને નીચે આવેલી દુકાન પર પડ્યો હતો.

ઘટનાના પગલે આસપાસના વેપારીઓ અને લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, ઘટના સમયે દુકાનમાં અને આસપાસ લોકોની અવરજવર ઓછી હોવાથી કોઈ જાનહાની કે ઇજા નોંધાઈ નથી.વરસાદી માહોલ વચ્ચે બનેલી આ ઘટનાએ કોમ્પ્લેક્સની સલામતી અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.