પાલનપુરમાં ATSની તપાસ તેજ

જૈશના આતંકીઓનું ભાગળમાં રિકન્સ્ટ્રક્શન

8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરાઈ હતી

ATS દ્વારા તમામના 14 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા 

તપાસ બાદ મોટા ખુલાસા થવાની શક્યતા

ગુજરાત ATS દ્વારા પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન ધરાવતા 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ બાદ તપાસનો દોર તેજ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી રથયાત્રા પૂર્વે સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. ગુજરાત ATS દ્વારા પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન ધરાવતા 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ બાદ તપાસનો દોર તેજ કરવામાં આવ્યો છે. કોર્ટમાંથી 14 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ, ATSની ટીમ સોમવારે પકડાયેલા શખ્સો પૈકીના 3 શંકાસ્પદોને તેમના વતન પાલનપુર તાલુકાના ભાગળમાં પહોંચી હતી. જૈશના આતંકીઓનું અહીં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

રથયાત્રા પહેલા ગુજરાત ATS દ્વારા જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીને ઝડપવામાં આવ્યા હતા. પકડાયેલા આઠમાંથી ત્રણ આતંકી પાલનપુર તાલુકાના ભાગળના હોવાથી ગુજરાત ATSની ટીમ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આરોપીઓની ગતિવિધિનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

ગુજરાત ATS દ્વારા ભાગળ ખાતે તેમના વતનમાં લાવી શંકાસ્પદ આતંકી કેવી રીતે ગતિવિધિઓ ચલાવતા હતા. તેમના કેવા લોકો સાથે સંપર્કો હતા. ગામમાં તેમના ઘટનાક્રમ અંગેના વિવિધ પાસાઓને લઈ ATS દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.ATS દ્વારા તમામના 14 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ ભાગળ ગામ ખાતે લાવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે.અહીંયાથી પણ ATS તમામ પુરાવા એકત્રિત કરી સમગ્ર તપાસમાં જોડશે. જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાયેલા રિકન્સ્ટ્રશનમાં તપાસને અસર ન થાય તે પહેલા માટે કોઈ વધુ સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી.