અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન
વિવેકાનંદ આરોગ્ય કેન્દ્ર દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન્સ સંસ્થા દ્વારા પણ સહયોગ અપાયો
ડાયાબીટીસ, બ્લડપ્રેશર, આંખની તપાસ કરી જરૂરી દવાઓનું વિતરણ
ટ્રસ્ટના સભ્યો સહિત મોટી સંખ્યામાં લાભાર્થી દર્દીઓ ઉપસ્થિત રહ્યા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પુરસ્કૃત રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વિવેકાનંદ આરોગ્ય કેન્દ્ર દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પુરસ્કૃત રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વિવેકાનંદ આરોગ્ય કેન્દ્ર તથા લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન્સ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ડાયાબીટીસ, બ્લડ પ્રેશર તથા આંખની તપાસ કરી જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
