“હાલોલ નગરપાલિકા પર EPFOની તવાઈ”

હાલોલ નગરપાલિકા પર EPFOની મોટી તવાઈ

પીએફના નાણાં ન ચૂકવાતા બાકીદારોની યાદીમાં નામ સામેલ

નગરપાલિકાએ પીએફના રૂ.6.57 કરોડ ન ચૂકવ્યા

વડોદરા EPFO કચેરીએ પાલિકા સામે લાલ આંખ કરી

વ્યાજ-પેનલ્ટી સાથે રૂ. 6.57 કરોડની બાકી રકમ જાહેર

હાલોલ નગરપાલિકાના કર્મચારીઓના ભવિષ્ય નિધિના નાણા સમયસર જમા ન કરાવવાના મામલે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની વડોદરા પ્રાદેશિક કચેરીએ કડક કાર્યવાહી હાથ ધરી ધરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

હાલોલ નગરપાલિકાના કર્મચારીઓના ભવિષ્ય નિધિના નાણા સમયસર જમા ન કરાવવાના મામલે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની વડોદરા પ્રાદેશિક કચેરીએ કડક કાર્યવાહી હાથ ધરી છે.EPFO દ્વારા જાહેર કરાયેલી PF બાકીદારોની યાદીમાં હાલોલ નગરપાલિકાનું નામ સામેલ કરવામાં આવ્યું છે.નગરપાલિકા પાસે વ્યાજ અને પેનલ્ટી સહિત કુલ રૂ.6,57,26,345ની બાકી રકમ હોવાનું નોંધાયું છે. આ મામલે અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં સંતોષકારક કાર્યવાહી ન થતાં EPFOએ બાકી રકમની વિગતો જાહેર કરી છે.

શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કાર્યરત કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની વડોદરા કચેરીએ PFની બાકી રકમ ધરાવતી વિવિધ સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની યાદી બહાર પાડી છે. તેમાં પંચમહાલ જિલ્લાના હાલોલ નગરપાલિકા પાસે સૌથી વધુ બાકીદારી હોવાનું સામે આવ્યું છે.EPFOના જણાવ્યા અનુસાર, 31 માર્ચ 2026 સુધીની સ્થિતિ મુજબ વ્યાજ અને પેનલ્ટી સાથે કુલ રૂ.6.57 કરોડથી વધુની રકમ વસૂલવાની બાકી છે.