અંકલેશ્વરના જુનાદિવા ગામની સીમમાં અંકલેશ્વરથી જુના બોરભાઠા જવાના રોડ ઉપર આવેલ નિલ પુષ્પ ફાર્મ હાઉસમાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢી એક ઇસમને ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વરના જુનાદિવા ગામની સીમમાં અંકલેશ્વરથી જુના બોરભાઠા જવાના રોડ ઉપર નિલ પુષ્પ ફાર્મ હાઉસ આવેલ છે.જે ફાર્મ હાઉસને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ દરવાજાના સ્લાઇડ તોડી અંદર પ્રવેશ કરી ગેસ સ્ટવના બ્રાસના બર્નર નંગ-4 અને સાઇકલ તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ 27 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.તે દરમિયાન પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢી અંકલેશ્વરના સંજય નગરમાં રહેતો ભીમ પ્રસાદ આત્મારામ ઉર્ફે દુલાર પ્રસાદ કેવટને ઝડપી પાડ્યો હતો.