અંકલેશ્વરના સેંગપુર ગામે મુશ્કેલી

બાળકોને ભણાવવામાં મુશ્કેલી

આંગણવાડી કેન્દ્ર જર્જરિત હાલતમાં

ક્યારેક મંદિરમાં ચાલે છે કેન્દ્ર

મકાનના સમારકામની માંગ

અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામે આંગણવાડી કેન્દ્રનું મકાન છેલ્લા 3 વર્ષથી જર્જરિત હાલતમાં થઈ જતા આંગણવાડી કેન્દ્રને સંચાલિકાના ઘરમાં ચલાવવાની ફરજ પડી રહી છે

અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી આંગણવાડી કેન્દ્ર જર્જરિત હાલતમાં હોવાથી બાળકોના શિક્ષણ અને પોષણની કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે. કાયમી મકાન ન હોવાથી આંગણવાડી કેન્દ્ર ક્યારેક મંદિરમાં, ક્યારેક પૂજારીના ઘરે, ક્યારેક રોડ પર તો ક્યારેક અન્યના ઘરે ચલાવવું પડે છે. હાલમાં આંગણવાડી કાર્યકર પોતાના જ ઘરે કેન્દ્રનું સંચાલન કરી રહ્યા છે.

આંગણવાડી કાર્યકર શીતલબેનના જણાવ્યા અનુસાર, પોતાના ઘરે પણ શુભ કે અશુભ પ્રસંગો દરમિયાન બાળકોને ભણાવવા અને જમાડવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમણે આક્ષેપ કર્યો કે છેલ્લા એકથી દોઢ વર્ષ પહેલાં નવા આંગણવાડી કેન્દ્રને મંજૂરી મળી હોવા છતાં હજુ સુધી માત્ર ચર્ચાઓ જ થઈ રહી છે અને કામગીરી શરૂ કરવામાં આવી નથી.