અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે મન્નુ ઓટો ગેરેજમાંથી જીઆઇડીસી પોલીસે રૂ 1 લાખ થી વધુના વિદેશીદારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી છે.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન રાજપીપલા ચોકડી નજીક સર્વિસ રોડની બાજુમાં આવેલ મન્નુ ઓટો ગેરેજમાં એક ઈસમ વિદેશીદારૂનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમી મળી હતી.જે મળેલી બાતમીના આધારે રેડ કરતા ગેરેજમાંથી વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે અંદાડાની હરિકૃપા સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તરાખંડના રાકેશ હંસરાજ ચૌહાણની ધરપકડ કરી હતી અને ગેરેજ માંથી રૂ 1 લાખ 9 હજારનો વિદેશીદારૂ અને મોબાઈલ મળી કુલ રૂ 1 લાખ 14 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
