ભરૂચ જિલ્લામાં કરાયુ આયોજન
ન્યાયાલયો ખાતે આયોજન
બીજી નેશનલ લોક અદાલત યોજાઈ
ન્યાયાધીશોના હસ્તે પ્રારંભ
પક્ષકારો રહ્યા ઉપસ્થિત
નાલ્સા દ્વારા આદેશીત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ શનિવારે ભરૂચ જિલ્લા ન્યાયાલયોમાં 2026 ની બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી.
ભરુચ જિલ્લા ન્યાયલય ખાતે તમામ ન્યાયધિશ, ભરુચ બાર એસોસીયેશનના વકિલો, પેરા લિગલ વોલેન્ટીયર્સ અને પેનલ એડવોકેટ્સ તેમજ પક્ષકારોની હાજરીમાં ભરુચ મુખ્ય જિલ્લા ન્યાયધિશ આર.કે. દેસાઈના હસ્તે દિપ પ્રજવલીત કરીને રાષ્ટ્રીય લોક અદાલત ખુલ્લી મુકાઈ હતી.
લોક અદાલતમાં પ્રિ-લીટીગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતાં પહેલા સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેંડીંગ કેસો જેમાં -મોટર અકસ્માત, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની કલમ 138, ફેમીલી મેટર્સ, ભરણપોષણ, સમાધાન લાયક ક્રિમીનલ કેસો, લેણાના દાવા, પાર્ટીશન સ્યુટ, મજુર તકરારના દાવા વિગેરે કેસો મુકાયા હતા.ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને તાબાની તાલુકા કાનુની સેવા સત્તા સમિતિ ભરુચ, અંકલેશ્વર, ઝગડીયા, નેત્રંગ, વાલીયા, વાગરા, આમોદ, જબુસર, અને હાંસોટ ખાતે લોક અદાલત આયોજિત થઈ હતી.
