ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાવિહાર ખાતે શાળા પંચાયતમાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓ માટે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાવિહારમાં પ્રત્યેક વર્ષે શાળા પંચાયતની રચના કરવામાં આવે છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓમાં રહેલ નેતૃત્વ શક્તિના આધારે GS, LR, શાળાના ચારેય હાઉસના કેપ્ટન અને વાઇસ કેપ્ટન સહિત પ્રિફેક્ટ તથા ક્લાસ મોનિટરની વરણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ શાળા પંચાયતમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓએ પોતાના હોદ્દાની પદ સ્વીકૃતિ સ્વરૂપ પ્રતિજ્ઞા લઈ શાળાના તથા તેમના હાઉસના ધ્વજ અને બેઝનો સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગે નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશ ઠાકર દ્વારા વિદ્યાર્થીઓને શપથ લેવડાવી શાળા પંચાયતના તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.