અંકલેશ્વરના સેંગપુર ગામ ખાતેથી રૂરલ પોલીસે જુગાર રમતા સાત જુગારીયાઓની ધરપકડ કરી રૂ 39 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવહી હાથ ધરી છે .
અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમ્યાન સેંગપુર ગામે જુગાર અંગે મળેલી બાતમીના આધારે રેડ કરતા જુગાર રમતા નિશાર કાલુ શેખ ,ઇશાક ઉસ્માન શેખ ,ઉસ્માન અબ્બાસ પઠાણ ,અસલમ નશરુદ્દીન પઠાણ ,હનીફ અબ્બાસ શેખ ,રસુલ અબ્દુલ પઠાણ અને રફીક ગફુર શેખ ને ઝડપી પાડયા હતા .
પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 14 હજાર અને 25 હજારના મોબાઈલ મળી કુલ રૂ 39 હજારનો મુદ્દામાલ કબ્જે કરું કાયદેસરની કાર્યવહી હાથ ધરી છે.
