ડેડીયાપાડામાં દીપડાની પુનઃ દસ્તક
કુનબારની નર્સરી પાસે રોડ પર દીપડાની લટાર
દીપડાની હાજરીથી લોકોમાં ભયનો માહોલ
દીપડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
વન વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવા ઉઠી માંગ
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કુનબાર ગામ નજીક આવેલી નર્સરી પાસે રોડ પર દીપડો નિર્ભય રીતે લટાર મારતો જોવા મળ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે, જ્યારે વન વિભાગને જરૂરી કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કુનબાર ગામ નજીક આવેલી નર્સરી પાસે 21 જુલાઈ 2026ની રાત્રે રોડ પર એક દીપડો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વીડિયોમાં દીપડો રોડ પર નિર્ભય રીતે લટાર મારતો જોવા મળે છે. વીડિયો વાયરલ થતાં કુનબાર ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. ગ્રામજનોએ વનવિભાગને તાત્કાલિક પેટ્રોલિંગ વધારવા તેમજ દીપડાની હિલચાલ પર નજર રાખીને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ વિસ્તારમાં અગાઉ પણ દીપડાની અવરજવર નોંધાઈ ચૂકી હોવાથી લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. હાલ ગ્રામજનોને ખાસ કરીને રાત્રિના સમયે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે.
