ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ
વહેલી સવારથી જ અવિરત વરસાદ
હાંસોટ પંથકમાં ધોધમાર વરસાદ
ઇલાવ ગામે વરસાદી પાણી ભરાયા
ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વહેલી સવારથી વરસી રહેલ ભારે વરસાદના કારણે ઠેર ઠેર જળ ભરાવની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.હાંસોટના ઇલાવ ગામે બસ સ્ટેન્ડ નજીક પાણી ભરાય જતા જન જીવન મોટાપાયે પ્રભાવિત થયું હતું
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. અત્યાર સુધીમાં અંદાજે 2થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.અંકલેશ્વર તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેન્ડ નજીક ઘૂંટણસમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનોની અવરજવર પણ ધીમી પડી છે.હવામાન વિભાગે આજે જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લાના કેટલીક શાળાઓમાં રજાની જાહેરાત કરવામાં આવી છે.તંત્ર દ્વારા લોકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
અંકલેશ્વરના ચૌટા નાકાથી ગાયત્રી મંદિર જવાના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી લોકોના ઘર સુધી પહોંચી જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. સ્થાનિકોએ તંત્ર પાસે પાણીના તાત્કાલિક નિકાલની માંગ કરી છે.
