ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

રોટરી ક્લબ દ્વારા આયોજન

શપથ ગ્રહણ સમારોહ યોજાયો

ડો.સુકેતુ બન્યા નવા પ્રમુખ

મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

રોટરી ક્લબ ઓફ ભરૂચના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવા પ્રમુખ તરીકે ડોક્ટર સુકેતુ દવેએ શપથ ગ્રહણ કર્યા હતા.

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા રોટરીના વર્ષ 2026-27 માટે નવા પ્રમુખ તરીકે રો. ડૉ. સુકેતુ દવે તથા તેમની નવી ટીમના પદગ્રહણ સમારોહનું આયોજન પી.ડી. શ્રોફ રોટરી હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ગવર્નર નિલેશ શાહે ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે નવા પ્રમુખ અને તેમની ટીમને શપથ લેવડાવ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ ડૉ. કમલેશ દેવમુરારી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે દાદરા અને નગર હવેલી-દમણ અને દીવના ભાજપના પ્રભારી  દુષ્યંત પટેલ ગેસ્ટ ઓફ ઑનર તરીકે હાજર રહ્યા હતા.

સમારોહમાં વેલફેર હોસ્પિટલ ભરૂચ એન્ડ રિસર્ચ સેન્ટરના પ્રમુખ ડૉ. ખાલિદ મોહમ્મદ પટેલ તેમજ દીપક કેમ ટેક લિમિટેડ, દહેજના સાઇટ હેડ ભગીરથસિંહ જાડેજા માનદ સભ્ય તરીકે ઉપસ્થિત રહ્યા હતા.નવનિયુક્ત પ્રમુખ રો. ડૉ. સુકેતુ દવેએ પોતાના સંબોધનમાં ક્લબના સેવા કાર્યોને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમારોહમાં રોટરી ક્લબના સભ્યો, આમંત્રિત મહેમાનો, શહેરના અગ્રણી નાગરિકો તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.