ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન

શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

મર્હુમ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

કોંગ્રેસના આગેવાનો રહ્યા ઉપસ્થિત

અહેમદ પટેલના કાર્યોને યાદ કરાયા

કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલની આજરોજ છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાર્ટીના વરિષ્ઠ નેતા મર્હુમ અહમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે  પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહી અહમદ પટેલના રાજકીય યોગદાન, સરળ સ્વભાવ અને લોકહિતના અભિગમને યાદ કરતા તેમને  શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના  પ્રવક્તા નાઝુ ફડવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અહેમદ પટેલે દેશ અને ભરૂચ જિલ્લા માટે કરેલા કાર્યોને આ પ્રસંગે યાદ કરાયા હતા.