ગુજરાત રમતગમતના ક્ષેત્રમાં ફરી ડંકો વગાડવા જઈ રહ્યું છે. 9 જેટલા રમતવીરો અને 1 રિઝર્વ ખેલાડીનું 20મી એશિયન ગેમ્સમાં સિલેક્શન થયું છે.20મી એશિયન ગેમ્સ કે જે 19 સપ્ટેમ્બર થી 4 ઓક્ટોબર સુધી જાપાનના આઈચી-નાગોયા ખાતે યોજાવા જઈ રહી છે.
2014ની એશિયન ગેમ્સમાં 4 ખેલાડીઓએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું,જેની સંખ્યા આ વખતની એશિયન ગેમ્સમાં લગભગ બમણા કરતા વધી ગઈ છે.ગુજરાત સરકારની ખેલ મહાકુંભ અને શક્તિદૂત યોજના જેવી મહત્વપૂર્ણ યોજનાઓથી ગુજરાત આજે મલ્ટી-સ્પોર્ટ્સનું પાવર હાઉસ બની ગયું છે.
સિલેક્ટ થયેલા એથ્લિટ્સ :
હરમીત દેસાઈ – ટેબલ ટેનિસ
માનવ ઠક્કર – ટેબલ ટેનિસ
માનુષ શાહ – ટેબલ ટેનિસ
ઇલાવેનિલ વલારીવન – શૂટિંગ
અનિકેત પટેલ – સોફ્ટ ટેનિસ
આર્યન નેહરા -સ્વિમિંગ
વૈદેહી ચૌધરી – ટેનિસ
અંકિતા રૈના – ટેનિસ
દેવયાનીબા ઝાલા- સ્પ્રિન્ટર
જીલ દેસાઇ – ટેનિસ (રિઝર્વ)
આ અંગે હર્ષ સંઘવી એ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈકોસિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે. રમતગમતના આ વારસાને આગળ ધપાવીને રાજ્ય હવે વિશ્વસ્તરીય રમત સંસ્કૃતિનું નિર્માણ કરી રહ્યું છે.વર્ષ 2030માં ગુજરાત કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા જઈ રહ્યું છે.
આ મેગા સ્પોર્ટ્સ ઈવેન્ટ માટે રાજ્યમાં અત્યારથી જ યુદ્ધના ધોરણે વિશ્વસ્તરીય સ્ટેડિયમ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવી રહ્યું છે. ઓલિમ્પિક, કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં સતત વધતું પ્રતિનિધિત્વ દર્શાવે છે કે, ભારતને રમતોમાં ગ્લોબલ લીડર બનાવવા માટે ગુજરાત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
