ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકા પંચાયતની એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીમાં આપના વિજેતા ઉમેદવાર ગુણવંત વસાવાનું નિધન થતા બેઠક ખાલી પડી હતી. જેની આજે પેટા ચૂંટણી યોજાઈ હતી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 6 મતદાન મથકો પરથી કુલ નોંધાયેલા 5154 પૈકી 4144 મતદારોએ મતદાન કર્યું હતું. મતદાનની ટકાવારી 80.40 ટકા નોંધાઇ હતી. ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થયા હતા. હવે ગુરૂવારે મતગણતરી બાદ આ બેઠક પર કોણ જીત હાંસલ કરે છે તે પરિણામ બાદ જાહેર થશે.
