અંકલેશ્વર ઉદ્યોગ મંડળની માંગ

કેન્દ્ર અને રાજ્ય સરકારને રજુઆત કરાય

વંદેભારત ટ્રેનને સ્ટોપેજ આપવા માંગ

અંકલેશ્વર રેલવે સ્ટેશન પર સ્ટોપેજની માંગ

ઝડપી પરિવહન માટે કરાય રજુઆત

અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજુઆત કરવામાં આવી છે.અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું નિયમિત સ્ટોપેજ આપવા રજૂઆત કરવામાં આવી છે.

ઉદ્યોગ મંડળે રજૂઆતમાં જણાવ્યું છે કે અંકલેશ્વર દેશના મહત્વના ઔદ્યોગિક કેન્દ્રોમાંનું એક છે, જ્યાંથી મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ અધિકારીઓ તેમજ કર્મચારીઓ મુંબઈ અને અમદાવાદ વચ્ચે નિયમિત મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળવાથી ઉદ્યોગ જગત ઉપરાંત સ્થાનિક મુસાફરોને પણ ઝડપી અને સુવિધાજનક પરિવહનની સુવિધા મળશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જીવનરક્ષક હૃદયના પરિવહન માટે વિશેષ પરિસ્થિતિમાં વંદે ભારત ટ્રેનને પ્રથમ વખત અંકલેશ્વર ખાતે રોકવામાં આવી હતી. આ ઘટનાના અનુસંધાને હવે નિયમિત સ્ટોપેજની માંગ વધુ જોર પકડી રહી છે.