ભરૂચના વાલિયા પંથકમાં ભારે તારાજી

વરસાદના કારણે તારાજીના દ્રશ્યો

સેવાયજ્ઞ સમિતિ કરશે મદદ

અસરગ્રસ્તોને કીટનું કરાશે વિતરણ

દાતાઓનો સહયોગ સાંપડ્યો

ભરૂચની સેવાયજ્ઞ સમિતિ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું વધુ એક સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. વાલિયા પંથકમાં ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત પરિવારોને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની રાહત કીટનું વિતરણ કરવામાં આવશે.

ભરૂચના વાલિયા તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને કિમ નદીમાં આવેલા પૂરના કારણે ડહેલી, સોડગામ, દેસાડ સહિતના અનેક ગામોમાં ભારે નુકસાન સર્જાયું હતું. અનેક પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી તેમજ દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓને નુકસાન પહોંચ્યું હતું.

અસરગ્રસ્ત પરિવારોને મુશ્કેલીના સમયમાં સહારો આપવા ભરૂચની સેવાયજ્ઞ સમિતિ આગળ આવી છે. સમિતિ દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ધરાવતી રાહત કીટ તૈયાર કરવામાં આવી છે, જેનું ટૂંક સમયમાં અસરગ્રસ્ત પરિવારોમાં વિતરણ કરવામાં આવશે.

સેવા યજ્ઞસમિતિ સંચાલકોના જણાવ્યા મુજબ, માનવસેવાના ઉદ્દેશ સાથે જરૂરિયાતમંદ પરિવારો સુધી સમયસર રાહત પહોંચે તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. સમાજના દાતાઓના સહયોગથી આવી સેવાકીય પ્રવૃત્તિઓ આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે.