અંકલેશ્વરમાં કાર્યવાહી

ભરૂચ એસ.ઓ.જી.ના દરોડા

નશાની ગોળી સાથે આરોપી ઝડપાયો

600 ગોળીઓ કબ્જે લેવાય

રૂ.2.66 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ SOG ની ટીમે અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીકથી નશાકારક ગોળીઓના મોટા જથ્થા સાથે એક પરપ્રાંતિય યુવકની ધરપકડ કરી.

અંકલેશ્વર એસ.ટી. ડેપો સામે રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશનો વિશાલ ખાન અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં  નશાની ગોળીઓનું છૂટક વેચાણ કરવાનો હતો. તે પૂર્વે જ એસ.ઓ.જી.ની ટીમે તેને રાજપીપળા ચોકડી પાસેથી આંતરી લીધો હતો.ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના સુરેશ વણઝારાને મળેલી બાતમી આધારે PI એ.વી. પાણમીયા, કે.એલ.પટનીએ ટીમ સાથે વોચ ગોઠવી હતી. આરોપી એક્ટિવા પર આવતા જ તેને કોર્ડન કરી ઝડપી લેવાયો હતો.

આરોપી પાસે ₹1.86 લાખની 600 નશાકારક ગોળીઓ મળી આવી હતી. એક્ટિવા મોપેડ, મોબાઈલ અને વિમલ મુનક્કા વટીના 40 પેકેટ મળી કુલ ₹2.66 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં આ નશાના કાળા કારોબારમાં અન્ય બે શખ્સોની સંડોવણી બહાર આવી છે. જેમાં સુરતના કાપોદ્રા વિસ્તારનો અસલમ અને સુરતનો જ એક મારવાડી શખ્સ સામેલ હોવાનું ખુલતા પોલીસે આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.