આજે અષાઢ વદ અમાસ

ભક્તોના દુખડા હરતા માં દશામાં

દશામાંના વ્રતનો આજથી પ્રારંભ

દશામાંની મૂર્તિઓની સ્થાપના કરાય

દશ દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજાશે 

અંકલેશ્વર અને ભરૂચમાં આજથી ભક્તોના દુખડા હરનાર માં દશાના વ્રતનો પ્રારંભ થયો છે. માઈ ભક્તોએ શ્રધ્ધાભેર માતાજીની મૂર્તિઓની સ્થાપના કરી ભક્તિમાં લીન બન્યા છે.

ભરૂચ,અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં બુધવાર અને અમાસથી દસ દિવસનુ આતિથ્ય માણવા દશામાની સવારી આવી પહોંચતા ભકિતસભર માહોલ ફેલાયો છે.વાજતે ગાજતે દશામાની પ્રતિમાઓ ખરીદી ઘરે પધરામણી કરાઇ હતી.

દશામાની પ્રતિમાઓનું સ્થાપન કરી શ્રદ્ધાળુઓએ દશામાના વ્રતનો આસ્થાભેર પ્રારંભ કર્યો છે.10 દિવસ સુધી શ્રદ્ધાળુઓ દશામાની આગતા સ્વાગતામાં લીન રહેશે. ભક્તોના દુખડા હર્તા માં દશામાંના વ્રતનો પ્રારંભ તથા દસ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેમાં માઈ ભક્તો ભક્તિમાં બનશે.